SA330

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA330)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ધજાને ઊડતી ઊંચી રાખો, લોહીને આગથી બચે લાખો.

ઇસુનું લોહી હાલ તારે છે, આત્માની આગ મન સાફ કરે છે.

ધજાને ઉડતી ઊંચી રાખો, ઇસુની પ્રીતિ વિષે ભાખો;

ચોગમ મુક્તિની હવા વાશે, ખ્રિસ્તના બળ વડે જય પમાશે.

તેને તજો મા દેવના સિપાઇ, મુકિતનો લાભ યાદ રાખો સદાય;

સરઘસ ફેરવીને ધજા પાછળ, પાપીને કહેજો ઇસુ ગમ વળ.

ધજાને ઊડતી ઊંચી રાખો, હઠનારા ન થાવ, સદા ટકો;

હઠનાર ધજા પર રાખે છે પગ, ઊંચી રાખીને બચાવો જગ.