SA328
ટેક - સ્તવો પ્રભુને, હાલેલૂયા; (૨) હાલેલૂયા; હાલેલુયા; હાલેલૂયા સ્તવો તેને. | |
૧ | ઊઠો સૌ ખ્રિસ્તી વીર કવચ ધરો સૌ સંગે, પ્રભુ આપશે શકિત ને ધીર, લડો અગ્ર ભાગે. |
૨ | સૈન્યનો પ્રભુ છે, એનાથી થાઓ પ્રબળ, જે આધાર ખ્રિસ્ત પર રાખે છે, વિજયી થશે તે કેવળ. |
૩ | રક્ષા મનની કરજો, ભાવ શ્રમ, પ્રાર્થનાનો ધરજો, વિશ્વાસની ઢાલ ન વિસરજો ને દરેક હથિયાર સજો. |
૪ | બળવાન સદાએ રહો, આ જગને પ્રીતિથી ભરી, શેતાનના બળનો નાશ કરો, ઇસુ પર વિશ્વાસ ધરી. |