SA319

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA319)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ઉડાવો (૨) ધજાને ઉડાવો, જગના છેડા સુધી ધજાને ઉડાવો.
આખા જગમાં ચાલે છે ફોજ મુકિત,

આખા જગમાં, પામે છે લોક માફી;
આખા જગમાં, સિપાઇને બળવાન જો,
મુકિતની ધજાને ઝાલીને ઉડાવો.

આખા જગમાં લડાઇમાં ચાલીએ,

આખા જગમાં, ફોજને ચઢાવીએ;
આખા જગમાં, વાગે છે વાજીંત્રો,
ખ્રિસ્તને લીધે મુકિત ધજાને ઉડાવો.

આખા જગમાં, છે ખ્રિસ્તનો પ્રેમ અપાર,

આખા જગમાં, વહે છે લોહીની ધાર;
આખા જગમાં, તેથી શુદ્ધ થાય લોકો,
લોહીને આગ થકી ધજાને ઉડાવો.