SA311

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA311)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પાડો પાપના કિલ્લા પાડી નાખો રે, (૨)

શેતાની રાજને પાડો, દુષ્ટાઇનો પૂરો ખાડો,
પાડો પાપના કિલ્લા પાડો રે;
માન મહિમા હોજો ઇસુને સ્તુતિ પાક્રમ હોજો ઇસુને,
માન, મહિમા, સ્તયુતિ પાક્રમ, સદા હોજો ઇસુને.

જાગો દેવના સિપાઇઓ, યુદ્ધનો દિવસ આ છે!

વૈરીઓમાં શું ઊંઘશો ? જય મળશે લડનારને;
હ્યાં બેસી રહેશો મા, જૂઓ લોકને નાશ પામતા,
ઊંચી કરો રે ધજા ને લડો ખ્રિસ્તને લીધે.

શેતાનની સેના જુઓ, બળ ને કપટ કરતી,

કોઇથી કહેવાય નહિ તેટલા, લોકને નાશ પમાડતી;
સૂણો નાશની વાટ થકી, દુઃખની બૂમો મરનારી,
આગળની ચાલો ઓ સિપાઇઓ, લડો ઇસુ લીધે.

ઇસુના શૂર સિપાઇઓ, મુકિતની મહા સેના,

ખ્રિસ્તની કીર્તી ફેલાવો, જીતો દરેક દેશમાં;
જયવંત ધજા ઉડાવો, બળંવત થઇને લડો,
શત્રુઓ પર ધસી જાઓ, જીતો જગ ખ્રિસ્ત લીધે.