SA275

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA275)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દિવ્ય પ્રેમના દેવાત્મા,

દોરજે,ન દે ભટકવા;
પ્રેર આત્મિક વાનાંએ ધ્યાન,
દોરજે તારી પાસ;
જગિક વાનાંનો ચળકાટ,
ક્ષણિક મોહ આવે ને જાય;
સતત માણવા દે મને;
સંગત તારી સાથ.
ટેક - સંગત તારી સાથ, સંગત તારી સાથ,
સતત જાણવા દે મને, સંગત તારી સાથ.

આવ, ઓ આત્મા કબજે કર,

કુવિકારે ભર્યું મન,
આત્માની અપેક્ષા સહ,
કેન્દ્નીત કર તુજમાં;
તુજ શાંતિના વમળમાં,
શુદ્ધ માર્ગો ના ભ્રમણમાં;
વાળ વિચાર, દિવસ, જીવન,
સંતાડજે તુજમાં.

આધાર, આશરો મારો તું,

સદાય, પાસ તું હું જાણું;
આનંદ મોટો હું પામું,
તુજ કાજ જીવવામાં;
ન ભટકેલ વિચાર મનમાં,
છાનું પાપ ન રહે મનમાં;
સ્વર્ગ બને આ સંસારમાં,
અહીં ને હાલ મજમાં.