SA250

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA250)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આવ ઇસુ પ્રભુ, અગ્નિએ, ઉત્તેજીત કર દાસ તારાને,

શુદ્ધ કર તુજ લોહીથી !
મજ આત્માને તું દર્શન દે, તુજ શકિતએ છોડાવ મને,
હાલ દે મુકિત પૂરી,

હદય મારું હાલ છે તારું, તુજ સાથે મોત થયુ મારું,

તારામાં જીવું છું;
જગ વિષે હું નિર્જીવ જ છું, માયા તેની કંટાળુ છું,
છે પરમપ્રિય તું.

તું મને અતિ તૃષિત કર, અપાર ઇચ્છાથી મને ભર,

તૃષ્ણા મારી ભરપુર;
તું આવ્યા વગર રહીશ મા, તુજ બળ સહિત રહે મજમાં,
પૂરી રીતે જરૂર.

તારી ઇચ્છા તે મારી થાય, હું ચાલું તારા પ્રકાશ માંય,

હો મજ પર પ્રસન્ન તું;
તુજ પર રાખું પૂરો વિશ્વાસ, તુજ પર રહે મારી પ્રીતિ ખાસ,
સુચાલે ગુણ ગાઉં.