SA214
૧ | હે દેવ, તું મારો છે પ્રભુ, હું નહિ મૂકું તને, જ્યાં લગ કે નાશ થાય પાપ મારું, ને મન વિશુદ્વ બને. |
૨ | હું ધૃજતા હાથે ઝાલું છું, પણ તને નહિ મૂકું, હું વિશ્વાસથી તને ભાળું, ને તારા ગુણ જાણું, |
૩ | ઇસુ તારો સર્વ જીતનાર પ્રેમ, મન મારામાં ફેલાવ, ત્યારે નહિ તોડું તારો નેમ, પામી દેવનો સ્વભાવ. |
૪ | આકાશથી આગ પડે અને, ખાક કરે પાપ નો ભાવ, આવ દેવના આત્મા મારા પર, પવિત્ર આત્મા આવ. |
૫ | સાફ કરનાર આગ મનની આરપાર, ફેલાવી રોશની પાડ, મને તમામ પવિત્ર કર, ને મજ આત્મા જીવાડ. |