SA207

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA207)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(રાગ : હે મુકિત અપાર....)

Lord Jesus. I long. 563; Cossar, 556
11.11.11.11.

પવિત્ર થવાનું છે બહુ મન મારું,

નિરંતર મજમાં, તું રહે તો સારું ;
સૌ મૂર્તિઓ ભાગીને,કાઢ શત્રુ વિક્રાળ,
તું મને ન' વાડ ને હું થઇશ નિર્મળ.
ટેક - થઇશ નિર્મળ, હા થઇશ નિર્મળ,
તું મને ન'વાડ ન હું થઇશ નિર્મળ.

પ્રભુ મુજમાં અશુદ્વતા રહેવા ન દે,

તુજ લોહી લગાડ અને ડાઘ કાઢી લે;
હું સૌને મૂકું છું કે પામું આ ફળ,
તું મને નવાડ ને હું થઇશ નિર્મળ.

હે ઇસુ, આકાશમાંથી તું ઉતરી આવ,

પુર્ણાર્પિત હું શી રીતે થાંઉ તે બતાવ;
હું તન મન ધન સોંપુ,દેવ રાખજે સર્વકાળ,
તું મને ન'વાડ ને હું થઇશ નિર્મળ,

એ માટે પ્રભુ કરું છું વિનંતી,

હું રાહ જોનાર છું તારે પગે લાગી;
તુજ રકત વહેતું જોઉં છું મારે કાજ હાલ,
તું મને ન'વાડ ને હું થઇશ નિર્મળ,