SA198
ટેક : પ્રભુ મને તેડો રે તમારે દ્વાર, | |
૧ | રમણીય કેવા માંડવા તારા, સેન્યોના રે સરદાર, તેજ઼઼-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરયાને દ્વાર. પ્રભુ. |
૨ | પલ પલ તલપે મનડું રે મારું, પ્રભુ ઘરના અભિલાખ, હૈયુંય હરખે, કાયાય મલકે, મંદિરિયે જો મને રાખ.. પ્રભુ. |
૩ | ચલ્લીને ઘર જો, અબાલીલને માળો, રક્ષવા નિજ સંતાન, ભલાં ભલા મારાં પ્રભુમંદિરિયાં. ગાઉં તૈ તારાગુણગાન.. પ્રભુ. |
૪ | કોટિ રે દિનની જિંદગી ખોટી, વસું તુંજ દ્વારે જે વાર, ધન ધન મારા ઇસુ મસિહા, સફળ કર્યોર સંસાર.. પ્રભુ. |