SA186
૧ | ન કરે અભિમાન, પવિત્ર સિપાઇ, ને કરે આપ વખાણ, જે પામ્યો પવિત્રાઈ. |
૨ | ન થાય તે મતલબી, પવિત્ર સિપાઇ, છે સદા નિર્લોભી, જે પામ્યો પવિત્રાઈ. |
૩ | ન રાખે મૂર્ખ રીત, પવિત્ર સિપાઇ, પેાતા પર પામી જીત, જે પામ્યો પવિત્રાઈ. |
૪ | આળસુ પડી ન રહે, પવિત્ર સિપાઇ, હંમેશા શ્રમ કરે, જે પામ્યો પવિત્રાઈ. |
૫ | સત્યતાથી વર્તશે, પવિત્ર સિપાઇ, જૂઠાઇથી દૂર રહે, જે પામ્યો પવિત્રાઈ. |
૬ | પોતાનું સર્વ સુદ્ધાં, પવિત્ર સિપાઇ, અર્પાશે આ યુદ્ધમાં, જે પામ્યો પવિત્રાઈ. |
૭ | મનમાં છે પૂરો પ્રેમ, પવિત્ર સિપાઇ, નથી કંઇ બીક કે વહેમ, જે પામ્યો પવિત્રાઈ. |
૮ | શું તમને કહી શકાય, પવિત્ર સિપાઇ, જો નહિ તો હાલ થઇ જાઓ, ને પામી લો સફાઇ. |