SA182

Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA182)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - ઇસુજી તારવાને્‌ શકિતમાન, દે મને પૂર્ણ મુકિતદાન.
હું તારી મોટી કૃપાને પારખું, તેની છે ઘણી જરૂર;

લોહીના ઝરામાં ડૂબકી મારી, પ્રીતે થાઉં ભરપૂર રે,

તારા ચહેરાનો પ્રકાશ પાડી, અશાંત મન શાંત કર;

હદયમાંથી શત્રુ કાઢી તેને, બનાવ તારું ઘર રે.

તારી ઈચ્છા મનથી કરૂં, હે મારા પ્રીતિવાન દેવ;

તારાં વચનો ખંતથી પાળું, સત્યે કરું તારી સેવ રે.

ઇસુ તારો સાદ સંભળાય છે, હદયમાં લાગે આગ;

તારો આત્મા સાક્ષી પૂરે છે, ધોવાયા સઘળા ડાઘ રે.