SA175

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA175)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ઇસુને ભજો, ભય સંશય તજો - ઇસુને ભજો.
ઇસુની પાસે આવો વિશ્વાસે,

પાપના જડ થકી આવીને છૂટજો. (૨) - ઇસુને ભજો

વારંવાર તમે કેમ પામો હાર ?

જૂના સ્વભાવ થકી હાલ બચી જજો. (૨) - ઇસુને ભજો

ઝરો ઉઘાડો છે, હાલ તેમાં પડો,

શુદ્ધ થઇ, વધુ ઉપયોગી થજો. (૨) - ઇસુને ભજો

ખ્રિસ્તની વાણી હરઘડી માની,

આત્માના હથિયારો હાલ તમે સજો. (૨) - ઇસુને ભજો