SA169

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA169)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ખમીંશુ આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાંખીશું

ખમીંશુ આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાંખીશું

આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાત્રી;

ત્યાં નોંધાયું છે મારું નામ, ને મુકિત છે મારી.

જો મારી સામા ઊઠે લોક, ને તીર ફેકે શેતાન;

તેઓ પર મલકાવીશ મુખ, થઇને હિંમતવાન.

જો રેલની પેઠે દુઃખ આવે, ને ચિંતા લાગે બહું;

દેવ મને સ્વર્ગે લઇ જશે, દુઃખ ચિંતા મટશે સહુ.

ત્યાં નહાશે મારો જીવ થાકેલ, સત્‌ શાંતિસાગરમાં

ને દુઃખ તો આવશે નહિ બિલકુલ, મન શાંત રહેશે સદા.