SA168

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA168)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઇસુ, તું છે મારો, હું પ્રીત કરૂં છું,

તુજ કાજ પાપનાં સુખોને પરહરૂં;
ઉગાર્યો મને તેં, હે ત્રાતા કૃપાળ,
ઇસુ તારી ઉપર, મજ પ્રીતિ છે હાલ.

તુજ પ્રીતિ નિહાળી, હું કરૂં છું પ્રીત ,

મારે કાજ તું મરી, થયો છે પ્રાયઃશ્ચિત;
તેં ધર્યો શૂળોનો, તાજ શિરે તે કાળ,
ઇસુ તારી ઉપર, મજ પ્રીતિ છે હાલ.

જીવતાં કે મરતાં, હું તુજ પર પ્રેમ કરીશ,

મારામાં છે શ્વાસ, ત્યાં લગ તુજને સ્તવિશ;
મોતથી ઠંડુ કપાળ, થાય કહીશ તે કાળ,
ઇસુ તારી ઉપર, મજ પ્રીતિ છે હાલ.

સ્વર્ગે મહાન ગૌરવ, અપાર આનંદ જ્યાં,

રહીશ તુજ સમીપ, ને ભકિત કરીશ ત્યાં;
તેજસ્વી તાજ પહેરી, ગાઇશ સદાકાળ,
ઇસુ તારી ઉપર, મજ પ્રીતિ છે હાલ.