SA101

Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA101)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - ચાહે તે આવે, ચાહે તે આવે,

પાપીઓને પ્રભુ ઇસુ બચાવે;
ભટકનાર તમને ત્રાતા બોલાવે, ચાહે તે આવી શકે ?

જો કોઇ સાંભળે તે એમ કહે કે આવ ?

ધન્ય છે સંદેશો, બધાંને સંભળાય;
સઘળા પાપીઓનો થઇ શકે બચાવ,
ચાહે તે આવી શકે ?

ચાહે તે આવે, કોઇ ન કરશો વાર

દાખલ થા રે હમણાં જ ઉઘાડું છે દ્ધાર;
સાચો રસ્તો ઇસુ, જીવનનો દાતાર,
ચાહે તે આવી શકે !

‘ચાહે તે આવે’ એમ ખ્રિસ્ત કહે છે ખાસ,

‘ચાહે તે આવે’ પાપ તજી તેની પાસ;
‘ચાહે તે આવે’ લાવ તે પર હાલ વિશ્વાસ,
‘ચાહે તે આવી’ શકે !