SA102

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA102)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - હુ ઉભો રહ્યો છું દ્ધારે, તુ મારી વાણી સાંભળ જે;

કહે થાકેલ મન લાદેલું પાપથી, હું આવું મહી, શું આવું મહી ?

જો ઊભો રહ્યો છું દ્ધારે, તું સાંભળ મારું આ વારે !

હે પાપિષ્ટ દિલ, મને સ્વીકારજે, હું આવું મહી શું આવું મહી ?

મેં વેઠયા કાંટા તારે માટ, હું થોભ્યો જોઇને બહુ વાટ,

કહે થાકેલ મન લાદેલું પાપથી, હું આવું મહિં, શું આવું મહિં?

ન કરૂં આજીજી ફોગટ, યાદ કરને મારૂં સૌ સંકટ;

હું મર્યો તારવા તને પાપથી હું આવું મહિં, શું આવું મહિં ?

હું લાવું આનંદ આકાશથી, હું લાવું માફી, પ્યાર શાંતિ;

કહે થાકેલ મન લાદેલું પાપથી હું આવું મહિં, શું આવું મહિં?