SA98

Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA98)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - હું તે માનું છું, હું તે માનું છું, આપ્યું ઇસુએ મુકિતદાન.

પાપ માફ થયાં છે સહુ, તેથી હું આનંદી બહુ,
હાલેલૂયા ! હો ઇસુ સ્તુતિમાન.

ત્રાતા પાસ આવો, ત્રાતા પાસ આવો,

ઓ પાપથી પીડીત માનવો;
સ્વર્ગ તજી તે આવ્યો, પ્રેમ અજાયબ બતાવ્યો.
પાપો ધોવાને ખોલ્યો ઝરો.

વાર કેમ લગાડો, વાર કેમ લગાડો, બચવાને ઉતાવળ કરો સૌ;

વેળ જાએ છે વીતિ, મોત આવે છે નકકી,
અરે જાગીને મુકિત પામો.

માફી અપાય છે, માફી અપાપ છે, માફી મફત, પૂરી મળે છે;

ઋણ ખ્રિસ્તે વાળ્યું છે, નિયમશાસ્ત્ર પાળ્યું છે,
કર્યુ પ્રાયઃશ્વિત છે તારે લીધે.

ઝરામાં પડો, ઝરામાં પડો, તેથી આત્મા થાય છે નિર્મળ;

તેથી બદલાય છે ચાલ, હા તે શુદ્ધ કરે છે હાલ,
નવો જન્મ પામી જીવો સદાકાળ.