SA93

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA93)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - એકજ અમારી છે દલીલ, અરજ નથી બીજી

ખ્રિસ્ત મૂઓ એટલું જ છે પુષ્કળ, અમને આપવા મુકિત,

ઇસુ છે નામ સૌથી ઊચું, આકાશ ને પૃથ્વી પર;

માણસ તેની ભકિત કરે, શેતાનને લાગે ડર.

જે પાપમાં મરી ગએલાં, જીવે છે આ નામે;

જે છે શેતાનના ફાંદામાં, તે છૂટકો તર્ત પામે.

પાપની સાંકળને તોડે છે, ને આપે છે છૂટકો;

તેના લોહીથી સૈા છૂટે, તેથી હું છૂટેલો.

હે કે સૌ લોક ચાખી જૂએ, ઇસુનો પ્રેમ અપાર;

આખા જગમાં અજવાળું થાય, ને જતો રહે અંધકાર.