SA66

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA66)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ના,વિસારશો રે(૨) મારા પ્રભુ તણું શુભ નામ.
હરતાં સ્મરું ફરતાં સ્મરૃં કરતાં ઘરનું કામ,

આ મુખડાથી પ્રભુને ભજતાં બેસે નહી કંઇ દામ,
-ના, વિસારશો રે.

વારે વારે કહી સંભળાવો આપણામાં એ ભૂલ,

મોઘું જીવન એળે ન કાઢો મળ્યું તમને અણમૂલ,
-ના, વિસારશો રે.

સગાં વ્હાલાં સૌ સુખનાં બેલી, દુઃખમાં ન આવે કોઇ,

તમારી વારે ઇસુ આવે છે, કષ્ટ તમારૂં જોઇ,
-ના, વિસારશો રે.

કષ્ટ કરનારા ભારે લદાએલ, આવો તમે આ વાર,

ઇસુ વદે, તમે વિસામો પામો, તજોને સઘળો ભાર,
-ના, વિસારશો રે.