SA65

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA65)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - પ્રભુજી પ્રીતે પધારો રે મન મંદિરની માંય.
વાસો હદયમાં શેતાન કરે છે, તેથી સૂઝે નહી કાંઇ - પ્રભુજી.
સત્ય રસ્તાની વાટ ન સૂઝે, ભૂંડામાં મન લોભાય - પ્રભુજી.
જગતનાં વાનાં ઉપરથીસારાં, તેને મન ઘણું ચ્હાય - પ્રભુજી.
તેથી રહ્યું મન અશુદ્ધ અમારું, શુદ્ધ શી રીતે કરાય - પ્રભુજી.
અગ્રિના રૂપે આપ પધારી, કરો શેતાનને વિદાય - પ્રભુજી.
માગણી કરીએ અનંત સુખની, નાશ અમારો ન થાય - પ્રભુજી.