SA55

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA55)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ભુલતાં ભુલતાં ભુલતાં રે, કેમ આ સંસારે.

ભુલ્યા ભાઇઓ કેમ આ સંસારે ?

માલમત્તા જીંદગીને મેળવતાં, પૈસા પૈસા છનનન રે.
ધન સૂત દારા ભુલો રે કેવા, ઝડપી જશે એ ઝરરરે.
આ જિંદગી છે બે દિવસોની વહી જશે એ સરરરે.
તન મન ધનથી, ભજો ઇસુને, આશિષ દેશે અધધધ રે.