SA47

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA47)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - તારા વિના નથી કોઇ તારણહારો પ્રભુજી;

તું એકલો છે સઘળાનો તારણહારો પ્રભુજી.

તને મૂકી ભટકે છે સર્વ સંસારા પ્રભુજી;

પણ તુંમાંથી વહે છે જીવનધારા પ્રભુજી.

તે માફ કીધાં છે સર્વપાપ અમારાં પ્રભુજી;

તારાં વચન છે સર્વ સત્ય સારાં પ્રભુજી.

તું બોલાવે છે સર્વ કષ્ટ કરનારા પ્રભુજી;

ને ઉતારે છે તેમના સર્વ ભારા પ્રભુજી.