SA37

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA37)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ચાલો ભાઇઓ ખ્રિસ્ત જોવા જઇએ,

વા'લાજીના ચરણમાં રહીએ.

જૂઓ તેની પ્રીત કેવી પૂરી, મનમાંથી કાઢે ટેવો બૂરી,

પ્રભૂ પ્રીત શૂરામાં શૂરી -ચાલો.

તમે કષ્ટ કરનારા આવો, તમારો ભારે બોજો લાવો,

ખરો આરામ લઇ સુખો થાઓ -ચાલો.

આહા ! કેવું મીંઠુ વચન તેનું, તારણ થશે માગે માફી એનું,

ચોટયું મન ઇસુ તરફ જેનું -ચાલો.