SA32
૧ | હે દેવ યહોવાહ અમારા ધણી, જગ તારાણની તને હોંશ ધણી. |
૨ | તું લાયક છે હું ઘન્ય કહું, તુંજ ચરણમાં હું નિત્ય રહું. |
૩ | અર્પ્યો અમને તેં પ્રીત કરી, તુજ પુત્ર આવ્યો અહોં દેહ ધરી. |
૪ | થયો માનવ આપો આપ ધણી, તેણે શત્રુની મહાશકિત હણી. |
૫ | હતો દંડ અમારે શિર ઘણો, અને ત્રાસ અતિશે શત્રુ તણો. |
૬ | પણ આવી દંડ ભાર્યો પોતે, તુજ પ્રીત થકી આલમ છૂ ટે. |
૭ | કહું પ્રીત તણા ભંડાર તને, તુજ ચરણમાં ધણી રાખ મને. |