SA28

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA28)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - જય જય ! પ્રભુ ઇસુ જય પ્રભુ ઇસુ !

મારે લોઘે તું મુઓ છે પ્રિય પ્રભુ ઇસુ.

મારાં ઘણાં પાપને લીધે તારૂં લોહી વહ્યું ,

પાપની માફી માગી તારી પાસે આવું છું.

તને ભજી, પાપને તજી, તનમન સોંપું ,

મારા મરણ સુધી તારું માનીશ, હે પ્રભુ.

તારી પ્રીતિ મને જીતી નદી જેવી વહે છે ,

શકિત સુખ ને શાંતિ મને ઇસુ આપે છે.