SA25

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA25)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - પ્રભુ ઇસુ દયાવંત તેથી જીવન છે અનંત;

તે પર વિશ્વાસ જે લાવે, તે જન મુકિત દાન પામે.

કોની પાસે પાપી જન, પામે મોટું મુકિત ધન;

કોણ મટાડે મનનું દુઃખ? કોણ પમાડે મનને સુખ ?

પ્રભુ ઇસુ પ્રોતિથી, આપે છે પાપની માફી ?

તે મટાડશે મનનું દુઃખ, તે પમાડશે મનને સુખ.

પ્રભુ ઇસુ તારા પર, આશ રાખું છું જીવનભર;

મને તેં કોધો છે માફ્‌, મન મારૂં કોધું છે સાફ.