SA15

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA15)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ઘેર વળો, રે ઘેર વળો, સહુ જે ભટકેલાં,

ઘેર વળો, તમ જે જગમા ખાધા દુઃખ ઠેલા

કાં ઘર મૂકી તો હમણાં, તમ દૂર ફરો છો!

દોષ તણું જેમ દુ:ખ વધે, તેમ કાજ કરો છો.

ઇસુ તો બોલાવ્યા કરે, બહુ પ્રેમ કરીને;

મોત સહ્યું નિજ પ્રેમ થકી, વધસ્ત્ંભ ધરીને.

આત્માનો ઘાંટો પણ છે, સામર્થ્ય ભરેલો;

પ્રેમ થકી તે બોધ કરે, હમણાં ફર વ્હેલો.

મુકિત ફોજ પણ આવ કહી, બહુ આશ જણાવે;

કાજ તમારે પ્રાર્થના કરે, કે ઇસુ બચાવે.

માફ ન થાએ મોત પછી ન પછી ફરવાનું;

આ જગના દિન અલ્પ ધણા એમાં તરવાનું.