SA12

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA12)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક : ઊઠ મુસાફર કર તૈયારી, દિન હવે રહ્યો નથી રે !

દિલ કહીં દ્રષ્ટિ કહીં છે ? ને આંખોમાં તેજ નથી રે;

મોત શું જાણે બાળપણને, શું બુઢાપો શું જુવાની ?

શુ અમીરી શું ફકીરી ? મોતને ચિંતા નથી રે ;

શું તારી આંખોમાં આજલગ, નિંદ્રા ગફલતથી ભરી છે?

ભાઇ કે માતા પિતાજી, કોઇ પણ તારાં નથી રે

છે આનંદ ઇસુ ત્રાતામાં, સત્ય જીવન રસ્તો તે છે;

કેમ ફરે ભટકી મુસાફર ! આ વિના રસ્તો નથી રે.