SA1

From Bhajan Sangrah
Revision as of 10:12, 11 May 2024 by Gcfpon (talk | contribs)
Jump to navigation Jump to search
હે મુક્તિ અપાર, પ્રીતિના મહાસાગર

ખ્રિસ્તે પુષ્કળ દયા કીધી આ જગ પર !
ખંડી લે છે સૌને તે મફત મળે, છે
સઘળાં કાજ વહેતો, - આવ મારા પર વહે.

પાપ મારા ઘણાં છે, ઊંડા તેમના ડાઘ,

હું રૂદન સાથે, છૂટકાનો શોધું લાગ;
નકામું છે રૂદન,હે પુનસાગર . . . . .રે !
તુ મને સાફ કરશે,- આવ મારા પર વહે.

સબળ મનોવિકાર,ને અસ્થિર સ્વભાવ,

મજ આત્મા ફસાવી, કરે છે દબાવ;
પણ તારા જળ થકી, સફાઈ મળે છે,
ઓ શકિતના સાગર,- આવ મારા પર વહે.

હે દયાસિંધુ, હું કેટલીએ વારે,

આવી ઊભો રહ્યો, તારે કિનારે;
આ લાગ મને હાલ, ફરીથી ફાવ્યો છે,
ન હઠું જ્યાં સુધી, - આવ મારા પર વહે.

ભરતી આવી રહી છે ને મોજાં અફળાય;

તારવાને સમર્થ તેની વાણી સંભળાય,
મજ વિશ્વાસ વધે છે, બચાવ ખચીત થાય,
જો જળ મને ઘે .... રે – હવે મજ પર વહે.

હવે હાલેલૂયા ! હું જ્યાં લગ જીવું,

રાત દિવસ હમેશાં, તેને વખાણું
જેના ઘાયલ દિલથી, આ સાગર વહે છે,
કે આપણને તેથી, - આ મુક્તિ મળે.

Phonetic English