229

From Bhajan Sangrah
Revision as of 08:14, 27 February 2024 by Gcfpon (talk | contribs) (→‎Phonetic English)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૨૯ - શાસ્ત્રરૂપી દીપિકા

૨૨૯ - શાસ્ત્રરૂપી દીપિકા
દોહરા
કર્તા: જે. વી એસ ટેલર
જેમ સદા દેખાય છે ગગને સૂર્યપ્રકાશ,
સહુ દેશે સહુ લોકની પૂરી કરતો આશ;
એમ સદા મુજ હાથમાં શાસ્ત્ર દીપ સમાન,
સહુ કાળે સહુ જાતને કર તું જ્યોતિષ્માન.
સૂર્યરૂપી તો દીપિકા સળગાવે ભ વનાથ,
આપે છે પણ લેખની પ્રકાશ જેવી વાત;
બન્નેમાં દેખાય છે તેજરૂપી ઉપકાર,
આત્માને ને દેહને અજવાળું દેનાર.
સૂર્ય વિના તો ભૂતળે સંધાં નાશે જાય,
શાસ્ત્ર વિના તો જીવનું મોત સદાનું થાય;
રવિ તેજે તો જ્યમ સરે લૌકિકના સહુ સાર,
લેખ થકી પ્રગટાય છે આત્માનો ઉદ્ધાર.

Phonetic English

229 - Shaastraroopi Deepika
Doharaa
Karta: J. V S Tailor
1 Jem sada dekhaay chhe gagane sooryaprakaash,
Sahu deshe sahu lokani poori karato aash;
Em sada muj haathama shaastra deep samaan,
Sahu kahde sahu jaatane kar tu jyotishmaan.
2 Sooryaroopi to deepika sahdgaave bha vanaath,
Aape chhe pan lekhani prakaash jevi vaat;
Bannema dekhaay chhe tejaroopi upkaar,
Aatmaane ne dehane ajavaahdun denaar.
3 Soorya vina to bhootahde sandhaan naashe jaay,
Shaastra vina to jeevanu mot sadaanu thaay;
Ravi teje to jyam sare laukikna sahu saar,
Lekha thaki pragataay chhe aatmaano uddhaar.

Image


Media - Dohra Chand