171

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ

૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ
હરિગીત
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
હે ખ્રિસ્ત ત્રાતા, ત્રાણદાતા, વિશ્વવિધાતા ધણી,
હું અલ્પ પ્રાણી સ્તુતિ તારી શું કરું મુખથી ઘણી;
તું ત્રાણકારી, શોકહારી, શુખકારી છે પતિ,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.
છે નાથ તું જ અનાથનો, સહુ સૃષ્ટિ કેરો આશરો,
તું સર્વથી પરિશુદ્ધ છે, પરિપૂર્ણ પ્રીતિનો ઝરો;
જન કોઈ પણ નહિ પામશે તવ પાર પ્રીતિનો રતિ,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.
તેં છેક છેલ્લે પ્રાણ તારો અમ કાજ તો અર્પી દીધો,
સ્વીકાર એ સહુ દુ:ખનો અમ પાપીઓ માટે કીધો;
એ શ્રેષ્ટ પ્રેમાભાર તવ ભૂલીશ નહિ મમ દિલથી,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી, પ્રીત ન્યારી છે અતિ.
શાંત્યાસ્પદ તવ પ્રીત છે, નહિ તૂટશે, રજ ખૂટશે;
તે પ્રીત જે જન પામશેમ, દુ:ખ વામશે, સ્વર્ગે જશે;
ગુલતાનમાં દિન ગાળશે, દુ:ખ ભાળશે નહિ ત્યાં રતિ,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.

Phonetic English

171 - Khristni Anupam Priti
Harigeet
Kartaa: Daniel Dahyaabhai
1 Hey Khrist traataa, traanadaataa, vishwadidhaataa dhani,
Hu alp praani stuti taari shu karu mukhthi ghani;
Tu traanakaari, shokahaari, sukhkaari che pati,
Pyaara prabhu, premad taari preet nyaari che ati.
2 Che naath tu aj anaathano, sahu srushti kero aasharo,
Tu sarvthi parishuddh che, paripurn pritino zaro;
Jan koi pan nahi paamashe tav paar pritino rati,
Pyaara prabhu, premad taari preet nyaari che ati.
3 Te chek chelle praan taaro am kaaj to arpi didho,
Swikaar ae sahu dukhno am paapio maate kidho;
Ae shresht premaabhaar tav bhulish nahi mam dilthi,
Pyaara prabhu, premad taari preet nyaari che ati.
શાંત્યાસ્પદ તવ પ્રીત che, નહિ તૂટશે, રજ ખૂટશે;
તે પ્રીત જે જન પામશેમ, dukh વામશે, સ્વર્ગે જશે;
ગુલતાનમાં દિન ગાળશે, dukh ભાળશે નહિ ત્યાં રતિ,
Pyaara prabhu, premad taari preet nyaari che ati.