71

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૭૧ - નાતાલનું ગીત

૭૧ - નાતાલનું ગીત
(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ)
કર્તા : એમ. બી. સત્સંગી
ટેક : મારો પ્રિય ઈસુ નાથ, જન્મ્યો પતિતોને માટ,
પતિતોને માટ ઈસુ, પતિતોને માટ.
સ્વર્ગી સુખ ને મહિમા મૂકી થયો તે બહુ લીન;
માનવ પાપનિવારણ અર્થે જન્મ્યો નાતાલ દિન. મારો.
પોઢેલો છે ગભાણ માંહે દેવ તણો એ સુત;
સ્વર્ગી દૂતો ગીતો ગાએ, મસીહ છે અદ્ભુત. મારો.
માગી લોક ઉમંગે આવ્યા દર્શન કરવા માટ;
બાળરાયને અર્પણ અર્પી પ્રણમે ભલીભાત. મારો.
પાપ તણો અનુતાપ કરીને વિશ્વાસ રાખો, ભ્રાત;
ત્રાતા ઈસુ ખ્રિસ્ત ખરેખર તારે માનવ જાત. મારો.
હ્રદયરૂપી અર્પણ આજે માગે ઈસુ નાથ;
મનની માંહે ગાદી સ્થાપી રહેવા સદા સાથ. મારો.
નાતાલ કેરા શુભ પ્રસંગે ખ્રિસ્તી મિત્રો ઈષ્ટ,
હર્ષિત સાદે સઘળા બોલો, "જય, જય, ઈસુ ખ્રિસ્ત." મારો.

Phonetic English

71 - Naataalnu Geet
(Maaraa Praanpriya Isu - Ae Raag)
Kartaa : M. B. Satsangi
Tek : Maaro priya Isu naath, janmyo patitono maat,
Patitono maat Isu, patitone maat.
1 Swargi sukh ne mahima mooki thayo te bahu leen;
Manav paap nivaran arthe janmyo natal din. Maaro.
2 Podhelo che gabhan maanhe dev tano ae soot;
Swargi dooto gito gaae, masih che adbhut. Maaro.
3 Maagi lok umange aavyaa darshan karvaa maat;
Baalraayne arpan arpi praname bhalibhaat. Maaro.
4 Paap tano anutaap karine vishwaas raakho, bhraat;
Traataa Isu khrist karekhar taare maanav jaat. Maaro.
5 Hrudayrupi arpan aaje maage Isu naath;
Manani maanhe gaade sthaapi rahevaa sadaa saath. Maaro.
6 Naataal keraa shubh prasange khristi mitro isht
Harshit saade saghalaa bolo, "Jay, jay, Isu khrist." Maaro.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Sarang