13
૧૩ – ઈશ્વરનું સ્તોત્ર
૧ | કરો ગાન, સૌ દેશના લોક, સંગે, | યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે; |
તમો પાસ આવી કરી ગાન માનો, | યહોવા વિના કો નથી દેવ જાણો. | |
૨ | યહોવા તણે હાથ લોકો સ્રજાયા, | ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; |
પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, | સદા તે તણા બીડના મેષ બંદા. | |
૩ | ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, | ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો; |
યહોવા તણો પાડ આભાર માનો, | ખરું નામ તેનું કહી ધન્ય જાણો. | |
૪ | યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, | સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; |
ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, | ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. |