156
૧૫૬ - ઈસુનો જય જ્યકાર
ટેક: | પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. |
તમે સૃષ્ટિના સરજનહાર, સકલ જીવોના પાલનહાર. | |
૧ | પ્રેમ તમારો મનહાર લાગે, જીવન જ્યોતિ જગમાં જલાવે; |
પાપી પીડિત મન આવે તમારી ગમ, તમ સંગતમાં સુખ અપાર. પ્રભુજી. | |
૨ | થંભ ઈસુનો સહુને બોલવે, સ્વર્ગી નગરની વાટ બતાવે, |
આવો તૃષિતજન, પીઓ જીવનજળ, અહીંજ ઊતરશે પાપનો ભાર પ્રભુજી. | |
૩ | બાળો તમારાં ગુણગીત ગાએ, શીશ નમાવે સહુ દીનભાવે, |
ઝીલોને વંદન પ્રભુ નિરંજન, જય પ્રભુ ઈસુ જય જયકાર. પ્રભુજી. |
Phonetic English
Tek: | Prabhuji tamane, prabhuji tamane jay jaykaar. |
Tame shrushtinaa sarajanhaar, sakal jeevonaa paalanhaar. | |
1 | Prem tamaaro manahaar laage, jeevan jyoti jagamaa jalaave; |
Paapi pidit man aave tamaari gam, tam sangatamaa sukh apaar. Prabhuji. | |
2 | Thambh Isuno sahune bolave, swargi nagarani vaat bataave, |
Aavo trushitajan, pio jeevanjal, ahinja utarashe paapano bhaar Prabhuji. | |
3 | Baalo tamaaraa gunageet gaae, shish namaave sahu dinabhaave, |
Jhilone vandan prabhu niranjan, jay Prabhu Isu jay jaykaar. Prabhuji. |
Image
Media - Traditional Tune Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod