87
૮૭ - પ્રભુ ઈસુની પ્રીતિ
ટેક : | રાખો, રાખો, તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધિ રીતિ. |
૧ | પગ ધોયા શિષ્યોના જ્યારે, રીતિ શીખવી તેણે ત્યારે. |
૨ | દુ:ખ વેઠયું ખ્રિસ્તે ભારી, પાપી જન લીધાં તારી. |
૩ | વાસ કીધો જગ સાથે, પાપ લીધાં સહુનાં માથે. |
૪ | પ્રીતિ કીધી શિર સાટે, પ્રાણ દીધો પાપી માટે. |
૫ | માથું નામી દીધો પ્રાણ, તેથી થયું સહુનું ત્રાણ. |
૬ | કેવી પ્રીતિ કીધી તેણે ! એવી કીધી બીજા કોણે? |
Phonetic English
Tek : | Raakho, raakho, tame priti, prabhu Isuae didhi riti. |
1 | Pag dhoyaa shishyonaa jyaare, riti shikhavi tene tyaare. |
2 | Dukh vethyu khriste bhaari, paapi jan lidhaa taari. |
3 | Vaas kidho jag saathe, paap lidhaa sahunaa maathe. |
4 | Priti kidhi shir saate, praan didho paapi maate. |
5 | Maathu naami didho praan, tethi thayu sahunu traan. |
6 | Kevi priti kidhi tene ! Aevi kidhi bijaa kone? |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhairavi
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Todi