13

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૩ – ઈશ્વરનું સ્તોત્ર

૧૩ – ઈશ્વરનું સ્તોત્ર

કરો ગાન, સૌ દેશના લોક, સંગે, યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે;
તમો પાસ આવી કરી ગાન માનો, યહોવા વિના કો નથી દેવ જાણો.
યહોવા તણે હાથ લોકો સ્રજાયા, ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા;
પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, સદા તે તણા બીડના મેષ બંદા.
ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો;
યહોવા તણો પાડ આભાર માનો, ખરું નામ તેનું કહી ધન્ય જાણો.
યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, સદાકાળ ક્ર્પા થકી વર્તનારો;
ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે.