ટેક - તોફાન જલ્દીથી બંધ થશે, ત્યારે બંદરમાં જવાશે,

ભવસાગાર પાર નાવમાં બેસી સ્વદેશ ભણી ચાલીએ.

ભવસાગરે નાવમાં બેસી સ્વદેશ ભણી ચાલીએ,

સાગર પારનું બંદર સ્વર્ગી હાલ નજરે પડે છે.

લાખો ત્યાં તો જઈ પહોંચ્યાં, સહીસલામત આકાશમાં

લાખો બીજા છે રસ્તામાં, લાખોની રે’છે જગ્યા.

નાવમાં બેસો, સ્વર્ગમાં આવો, જલ્દીથી કરો ઠરાવ,

નહિ તો તમે રહી જશો આવીને પામો બચાવ.

સગાં સ્નેહી તથા મિત્રો, વાટ જોઇ રહ્યા છે ત્યાં;

અમને મળશે મહા પવિત્રો, થોડી વાર પછી સ્વર્ગમાં.