ટેક - કૃપા છે જેથી સૌ ઋણ મટે, લોહી છે જેથી સૌ પાપ હઠે,

શક્તિ છે પવિત્ર રાખવાને, હાલ મારે કાજ.

ત્રાતા તારી પાસે આવી હું, પાપ મારાનું વર્ણન કરૂં છું;

હું પોતાને ધિકકારૂં છું. દુઃખથી અંતર છે ભરેલું;
શું તું મજ ઉપર દયા લાવશે! પાપના ફાંદામાંથી હાલ કાઢશે !
મને તારા શુદ્ધ કુટુંબ મઘ્યે ફરી રાખશે !

ગયા કાળનાં કૃત્યો યાદ આવી, મન મારામાં ઘણો શક લાવી,

વિકાર વિચારો ઉપજાવે, ને નિરાશ મનમાં લાવે;
પ્રભુ હાલમાં તું લે મારો હાથ, તોફાન મધ્યે ચાલજે મારી સાથ,
મનની પીડાથી હે શાંતિનાથ, છોડાવ મને.

પાછળ પાપનો ભારે બોજ લઇ, ગયા વખત વિષે પસ્તાઇ,

પંડને લાજને ભય ધિકકારી આત્મિક વૈરીઓને મારી,
ત્રાતા વધસ્તંભની પાસ તારા, મને હૃદય ભંગિત હવે જો,
પ્રભુ મને કરજે પોતાનો, સ્વીકારીને !