SA91
ટેક - લે એમનો એમ મને, લે એમનો એમ મને, મજ પાપીને તું માફી દે, લે એમનો એમ મને. | |
૧ | જેવો છું તેવોજ મજ કાજે, તું વધસ્તંભ પર મૂઓ છે, ને તું તેડે છે, એ માટે ઓ ત્રાતા આવું છું. |
૨ | જેવો છું તેવો, થોભું નહી, જાતે મારા ડાઘ ધોવા અહીં, તુજ રકત સૌ ડાઘ કાઢશે સહી, ઓ ત્રાતા આવું છું! |
૩ | જેવો છું તેવો ખટકેલ દૂર, ને મનમા યુદ્વ શંકા ભરપૂર, લઇ બહારની બીક, ને આગ જે ઉર, ઓ ત્રાતા આવું છું. |
૪ | જેવો છું તેવો રંક લાચાર, આંધળો રોગી દુઃખ વેઠનાર, પામીવાને દ્રષ્ટિ સુખ અપાર, ઓ ત્રાતા આવું છું. |
૫ | જેવો છું તેવો હાલ મને, તું માફી શાંતિ આપશે, કેમકે તુજ પર મજ વિશ્વાસ છે, ઓ ત્રાતા, આવું છું ! |
૬ | જેવો છું તેવો તુજ મહાપ્રીત, મજ પર પામી છે પૂરી જીત, હું તારો થઇ રહીશ ખચીત, ઓ ત્રાતા આવું છું |