ટેક - પાપ મારાં કાજ થયો કુરબાન, આ વાત પર સહુ

લગાડો ધ્યાન, છે મુકિત તેનું મફત દાન, ઇસુને મહિમા હો.

સ્તભં ઉપર ઇસુ મૂઓ છે, ઇસુને મહિમા હો.

તે મારો તારક થયો છે, ઇસુને મહિમા હો,

લીધા માથે મજ શર્મને શ્નાપ, ઇસુને મહિમા હો.

ને માફ કીધા છે મારાં પાપ, ઇસુને મહિમા હો.

માફ થયાં મારા સૌ ગુનાહ, ઇસુને મહિમા હો,

ને હું ચાલું છું સ્વર્ગી રાહ, ઇસુને મહિમા હો.

બીજાને લાવવા તેની પાસ, ઇસુને મહિમા હો,

હું નિત્ય કરું છું પ્રયાસ, ઇસુને મહિમા હો.

જે પાપ મૂકી કરશે વિશ્ચાસ, ઇસુને મહિમા હો.

તેનો કદી નહિ થશે નાશ, ઇસુને મહિમા હો.