ટેક - હું આનંદી, ઇસુ લોહીથી સફાઇ;

બહુ આનંદી ઇસુ લોહીથી સફાઇ;
હું આનંદી ઇસુ લોહી;
બહું આનંદી,ઇસુ લોહી;
ઇસુ લોહીથી મળે છે સફાઇ.

વધસ્તંભને ધારી જોતાં, ત્યાં મૂંઓ ગૌરવનો સરદાર,

લાભ મારાને ગણું તોટો ને ગર્વનો કરૂં ધિક્કાર.

એવું ન થાય કે કરૂં ગર્વ,સિવાય કે ખ્રિસ્તના મૂત્યુ માંય,

જે મને વહાલું તે હું સર્વ.ખુશીથી અર્પુ તેને પાય,

મસ્તકને હાથને પગથી વહી, નીકળે છે શોકને પ્રીત જો આજ,

એમ શોકને પ્રીત ભળ્યાં કદી ? શું કાંટાનો જોયો છે તાજ.

આખું વિશ્વ અર્પિત કરું, તોએ તે અર્પણ જુજ લેખાય;

અજબને દિવ્ય પ્રેમ સાટે, મજ તન, મન, ધન સૌ અર્પિત થાય.