SA70
૧ | રાખજો દીવા સળગતા રાખજો રે, વાયરે જો જો ન હોલવાય જાય(૨) |
૨ | રાખજો કમર સેલી રાખજો રે, કમરબંધ ન સરકી જાય (૨) |
૩ | અંતની ઘડીઓ હવે તો આવશે રે, ઘરમાં ઘૂસી જાએ જયમ ચોર....(૨) |
૪ | જાણજો દુશ્મનમાં ધાડાં આવશે રે, ત્યારે યુદ્ધ થશે ઘનઘોર....(૨) |
૫ | દેવની વાણી જગતમાં વ્યાપશે રે, ત્યારે યુદ્ધ થશે જગતનો અંત....(૨) |
૬ | અંતે ટંકે તે તારણ પામશે રે, પ્રાર્થના કરજો રાખીને ખંત (૨) |