SA68
ટેક - આવો,બેસી જાઓને હો,નૈયા તૈયાર છે. નૈયા તારણની નૈયા તૈયાર છે. | |
૧ | સાભંળો, સાંભળવા કર્ણ જ હોય તો, નોતરું આવ્યું હો-નૈયા. |
૨ | જાળ, જંજાળનાં ચડે તોફનો, સમુંદર ઘૂઘવે હો-નૈયા. |
૩ | પ્રલોભનોનાં પૂર ચડીને, ઉછળી રહ્યા છે. જો-નૈયા. |
૪ | વિશાળ સાગર સામે પડયો છે ડૂબતાં શું કામ ભાઇઓ-નૈયા. |
૫ | કીધું તૈયાર છે તારકે તારવા, નાવ નિજ લોહીથી હો-નૈયા. |
૬ | કુવાસનાનાં મોજાં તજીને નાવલે પધારજો હો-નૈયા. |
૭ | નાવિક પોતે પ્રભુ પોકારે, ચઢી જાવ નાવલે હો-નૈયા. |