SA66
ટેક - ના,વિસારશો રે(૨) મારા પ્રભુ તણું શુભ નામ. | |
૧ | હરતાં સ્મરું ફરતાં સ્મરૃં કરતાં ઘરનું કામ, આ મુખડાથી પ્રભુને ભજતાં બેસે નહી કંઇ દામ, |
૨ | વારે વારે કહી સંભળાવો આપણામાં એ ભૂલ, મોઘું જીવન એળે ન કાઢો મળ્યું તમને અણમૂલ, |
૩ | સગાં વ્હાલાં સૌ સુખનાં બેલી, દુઃખમાં ન આવે કોઇ, તમારી વારે ઇસુ આવે છે, કષ્ટ તમારૂં જોઇ, |
૪ | કષ્ટ કરનારા ભારે લદાએલ, આવો તમે આ વાર, ઇસુ વદે, તમે વિસામો પામો, તજોને સઘળો ભાર, |