SA63
ટેક - હુંપદ ધરો ન કોઇ, એક દિન મરી જવાના, એક દિન મરી જવાન ભાઇઓ, એક દિન મરી જવાના. | |
૧. | કાયા તણા કિનારા, માયા તણા મિનારા, માથે પાપોના ભારા, એક દિન મરી જવાના. |
ર. | કર્યા મોટાં જે કામો, અમર રહે ન નામો, શા માટે દુઃખડાં પામો, એક દિન મરી જવાના. |
૩. | દોલત ન આવે સાથે, ભેગી કરો શા માટે, જવાનું ખાલી હાથે, એક દિન મરી જવાના. |
૪. | ઇસુની પાસે આવો, કરો ખરો પસ્તાવો, લઇ લો સ્વર્ગનો લા’વો,એક દિન મરી જવાના. |
૫. | જીવન ઇસુને ધરજો, સત્યપંથે વિચરજો, કામો નીતિનાં કરજો, એક દિન મરી જવાના. |