ટેક - પ્રભુ શરણ વિના, દુઃખ સાગર સંસારનો પાર ન આવે,

નર ચિંતા કર, પાપોના ભારા બાંધી શીદ લાવે

જે જળ થળ વાયુનો કર્તા, સૌ જીવ જનાવરનો ભર્તા,

કેમ લાજ ધરે તેને ભજતાં, પ્રભુ શરણ વિના.

આ જોબન, જુવાની તારી, ઝટપટમાં થાશે ખૂવારી,

કેમ અકકલ ગૂમ થઇ તારી, પ્રભુ શરણ વિના.

આ મહેલ, હવેલી, સંપત્ત જે, એમાંનું કંઇ પણ નહિ રહે,

કેમ ઠાલા ઠાઠે ખુશ ફરે, પ્રભુ શરણ વિના

એક નેમ ગુરુનો જાણી લે, તે ઉપર ધ્યાન ધરી તું દે,

જે દુઃખ પડે તો તેને કહે, પ્રભુ શરણ વિના.

જોઆવી ભજેતો માફ કરે,સૌ સંકટ તારાં તેજ હરે,

તને જીવન સનાતન એજ ધરે, પ્રભુ શરણ વિના.