0

ટેક - દીનાનાથ હે મજ નાથ ! ભવનદી પાર લેજો જી,

વિકટ છે ભવસિંધુ તરવા ધીર દેજે જી.

જગ તારણ્ય સળગે છે, પાપાગ્નિથી સંધુ એ,

તરફડતાં માનવ સૈા, છૂટવા માર્ગ છે નહિ.

કોઇ જ્ઞાનાર્ધના કરતા, કોઇને કર્મની લગની,

કોઇ ગુરુ શોધવા ફરતાં, નિશદિન શાંતિ છે નહિ.

તન, મન,દ્રવ્ય ખૂટયાં. કોઇ આધાર પણ નહિ,

હવે લાચાર થઇ બેઠા, સુઝે ઇલાજ ન કંઇ.

પ્રભુ ઇસુ તુજ નામે, તારણ દુષ્ટ કૃત્યોથી;

ભય ટાળી, લે તારી, દેજે દુઃખ નિવારી.