SA53
ટેક - સૂણ સમરૂની નારી, વિનંતી મારી, પાણી પાને તું; રે વિનંતી મારી, જૂએ શું ધારી, થાઉં આભારી - પાણીપાને તું. | |
૧ | પાણી પાને ઉતાવળ કરને, તરસ લાગી છે બહુ, શિષ્યો મારા ખાવા લેવાને, શહેરમાં ગયા છે સહુ રે, |
૨ | વિચાર કરને તું તારા દિલમાં, દારા બોલી છે તહીં, યહુદી સમરૂની લોકોની સાથે, વહેવાર રાખે નહિ રે; |
૩ | પ્રભુએ ઉત્તર આપતાં કહૃયું, સાંભળ મારી વાત, જીવનનું પાણી જાણત તુ મુંજને, માગત તું સાક્ષાત રે; |
૪ | જાણ્યો હવે તુજને મેં તો ? મિથ્યા બકે છે વાત, અમારો કુવો ઊંડો ઘણો છે, દોરી લોટો નથી સાથ રે; |
૫ | જે કોઇ પીએ આ પાણીને, તૃષા કદી ન છીપાય, જીવનનું પાણી જેને આપીશ હું, તૃષિત તે નવ થાય રે; |
૬ | દારા બોલી નમન કરીને આનંદી મનમાં થઇ, તે જળ સ્વામી આપો મનેતો, ભરવાઆવું નહિ અહીં રે; |
૭ | પ્રગટ થયો ત્યાં મસિહા પોતે, ભેદ બતાવ્યો સહુ, શુભ સંદેશો સુણી સ્વામિથી, આનંદ પામી એ બહુ રે; |