દેવ જોઇ પૃથ્વી પાપમાં રે, તારવા ત્રાતાને મોકલ્યો જો.
અવતાર લીઘો છે ગભાણમાં રે, તેણે નામ ધર્યુ છે ઇસુ જો.
વરસ બારનો બાળક તે થયો રે, ઉપદેશ આપ્યો મંદિર માંહે જો.
સધળા પંડિત અચરજ પામીયા રે, જ્ઞાન કયાંથી આ બાળકને જો.
સર્વ શુભ સમાચાર સાંભળી રે, તેના ભકતજનો હરખાય જો.
આખા યહુદા દેશમાં તે ર્ફ્યો રે, અદ઼ભુત કામો તેણે કીધાં જો.
રોગી જનના રોગ મટાડીયા રે, પાપીને આપ્યું મિુકતદાન જો.
તેત્રીસ વરસ જગતમાં તે રહ્યો રે, પાપી કાજે લોહી વહેવડાવ્યું જો.
વધસ્તભં પર પોકાર પાડીઓ રે, મારા દેવ કેમ મૂકી દીધો’જો.
૧૦ ફાટયા પડદા મંદિર માંહેના રે, આખા દેશ પર અંધકાર થયો જો.
૧૧ ધરતી કાંપી,ખડકો ફાટીઆ રે, મૂએલા ઊઠી શહેરમા જાય જો.
૧૨ જમાદાર સિપાઇઓ ગભરાઇ ગયા રે, પરાક્રમ જોઇને ઇસુનું જો.
૧૩ મરણ પામી દટાયો ઘોરમાં રે, પછી ગયો છે આકાશ જો.
૧૪ જગને અંતે પાછો આવશે રે, પવિઞ દૂતોની ફોજ લઇને જો.
૧૫ રણશિંગડાંના નાદ વગાદશે રે, મૂએલાં સૌ સજીવન થાશે જો.
૧૬ ઇસુ રાજ્યાસને બિરાજશે રે, કરશે સૌને તે ઇન્સાફ જો.
૧૭ મુક્તિ ફોજ કહે મુક્તિ વિના રે, સ્વર્ગે જતું નથી કોઇ જો.