ઈસુને હાથ સલામત, તેના રાંક ઉરે શાંત,

ત્યાં તેના પે્રમથી છાંયે, હું પામું મિષ્ટ નિરાંત.

ઈસુને હાથ સલામત, તેના રાંક ઉરે શાંત,

ત્યાં તેના પ્રેમની છાંયે, હું પામું મિષ્ટ નિરાંત.
સુણ દૂતનો શૂર પણ એ છે, પ્રકાશિત સાગરથી,
મહિમાના ક્ષેઞ પરથી, મુજને સંભળાય વાણી.

ઇસુને હાથ સલામત, ક્ષયકર ચિંતાથી મુકત,

જગ જોખમથી સલામત, ત્યાં નહિ કલેશથી યુકત,
જીવભેદક શોકથી છૂટો, મુજ શક ભયથી છેટે,
પરીક્ષા માત્ર થોડી, ને આંસુ થોડાં વહે.

ઇસુ, મુજ વ્હાલો આશ્રો, મુજ લીધે મૂઓ તે,

અચળ ખડક પર સદા અડગ મુજ વિશ્ચાસ રહે,
હ્યાં ધીરજથી હું રહું, જ્યાં લગી રાત વીતે,
મુજથી સુવર્ણ કિનારે, જોવાય પોહ ફાટે તે.